સરી ગયેલા સપ્તાહનાં સમાચાર તસવીરોમાં

જાણો, આગમાંથી બાઇક કૂદાવનાર કોણ છે? આ લોકોએ વાઘના માસ્ક કેમ પહેર્યા છે?

ભારતીય સૈન્યના સૈનિક આગમાંથી બાઇક કૂદાવતા

ઇમેજ સ્રોત, ARUN SANKAR

ઇમેજ કૅપ્શન, ચેન્નઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડેમી ખાતે ભારતીય સૈનિકોએ આગમાંથી બાઇક કૂદાવવા જેવી વિવિધ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ 9મી માર્ચ 2018ના દિવસે યોજાયો હતો.
સ્કૂલના બાળકો વાઘના માસ્ક પહેરીને

ઇમેજ સ્રોત, NOAH SEELAM

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક ખાતે વિશ્વ વન્યજીવન દિવસના કાર્યક્રમમાં સ્કૂલના બાળકોએ વાઘના માસ્ક પહેરીને વન્યજીવોને બચાવવા માટેનો જાગૃતી કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમ 3 માર્ચે યોજાયો હતો.
ઇંટોના ભઠ્ઠામાં કામ કરી રહેલી મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, SHAMMI MEHRA

ઇમેજ કૅપ્શન, 8મી માર્ચે વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ ત્યારે જલંધરમાં ઇંટોના ભઠ્ઠામાં કામ કરી રહેલી મહિલાની તસવીર લેવાઈ હતી.
ધાર્મિક વિધિ કરતાં મહિલા

ઇમેજ સ્રોત, HIMANSHU SHARMA

ઇમેજ કૅપ્શન, આ મહિલા રાજસ્થાનના અજમેરમાં શીતળા સાતમના ઉત્સવ નિમિત્તે ધાર્મિક વિધિ કરી રહ્યાં હતાં. આ તસવીર 8મી માર્ચે લેવાઈ હતી.
બર્મિંગહામના ગુરુ નાનક નિશ્કામ સેવક સંઘના સ્વયંસેવકો

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP/Getty Image

ઇમેજ કૅપ્શન, બર્મિંગહામના ગુરુ નાનક નિશ્કામ સેવક સંઘના સ્વયંસેવકોએ 8મી માર્ચના રોજ અમૃતસરમાં સુવર્ણમંદિરની સફાઈ કરી હતી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ - અમદાવાદ

ઇમેજ સ્રોત, YSF

ઇમેજ કૅપ્શન, ભારતીય આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને ગયા સપ્તાહે આર્કીટેક્ચર માટે પ્રતિષ્ઠિત પ્રિત્ઝકર પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. તેમણે ડિઝાઇન કરેલી ઇમારતની આ તસવીર
પહેલું મહિલા સંચાલિત રેલવે સ્ટેશન

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અમદાવાદનું મણિનગર રેલવે સ્ટેશન મહિલાઓનું રેલવે સ્ટેશન બની ગયું. આ રેલવે સ્ટેશનનું સંચાલન માત્ર અને માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવશે. આ પ્રકારનું દેશનું આ ચોથુ અને અમદાવાનું પહેલુ રેલવે સ્ટેશન છે.
હૈદરાબાદમાં 2 માર્ચ 2018માં એક બંધ સિનેમાગૃહને દરવાજા પર તાળુ લટકી રહ્યાની તસવીર

ઇમેજ સ્રોત, NOAH SEELAM

ઇમેજ કૅપ્શન, ડિજિટલ સેવાના દરો સામે વિરોધ કરવા માટે દક્ષિણના રાજ્યોમાં સિનેમા ઘરો બંધ કરવામાં આવ્યા છે. આ તસવીર હૈદરાબાદમાં 2 માર્ચે લેવાઈ હતી
તિબેટિન એક્ટિવિસ્ટ

ઇમેજ સ્રોત, MONEY SHARMA

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં ચાઇનિઝ શાસનનો વિરોધ કરતા તિબેટિયન એક્ટિવિસ્ટ. તેમની પોલિસે અટકાયત કરી હતી. 9મી માર્ચે દિલ્હી આ વિરોધ થયો હતો.
મહિલા તિબેટિયન એક્ટિવિસ્ટ

ઇમેજ સ્રોત, ARUN SANKAR

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં ચાઇનિઝ શાસનનો વિરોધ કરતી મહિલા તિબેટિયન એક્ટિવિસ્ટ. તેમની પોલિસે અટકાયત કરી હતી. 9મી માર્ચે દિલ્હી આ વિરોધ થયો હતો.
ખેડૂતો

ઇમેજ સ્રોત, Siddharth

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી ખેડૂતો મુંબઈ તરફ કૂચ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર તેમની વાત સાંભળે અને તેમની માંગણીઓ પૂરી કરે એ માટે આ ખેડૂતો મુંબઈ જઈ રહ્યા છે. આ ખેડૂતો 12મી માર્ચે મુંબઈ પહોંચશે