આંદામાનની એ જેલ જ્યાં સાવરકરે ભોગવી 'કાળા પાણી'ની સજા

જૂઓ તસવીરોમાં, જેલ જ્યાં સાવરકરે પોતાનો સમય કેદમાં ગાળ્યો.

જેલ.

ઇમેજ સ્રોત, Sumiran Preet

ઇમેજ કૅપ્શન, સેલ્યુલર સેલની આ ઓરડીમાં વીર સાવરકરને કેદ રાખવામાં આવ્યા હતા. ડૉ. દીવાન સિંહ, યોગેન્દ્ર શુક્લ, ભાઈ પરમાનંદ, સોહન સિંહ, વામન રાવ જોશી અને નંદ ગોપાલ પણ આ જેલમાં કેદ હતા.
જેલ.

ઇમેજ સ્રોત, Sumiran Preet

ઇમેજ કૅપ્શન, આ સેલ્યુલર જેલનું મુખ્ય દ્વાર છે. આંદામાન-નિકોબાર સ્થિત આ જેલ બ્રિટિશ સમયમાં રાજકીય કેદીઓને રાખવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણાં લોકો તેને 'કાળા પાણી' પણ કહે છે. આજે આ જેલ એક રાષ્ટ્રીય સ્મારક છે.
જેલનું મૉડલ.

ઇમેજ સ્રોત, Sumiran Preet

ઇમેજ કૅપ્શન, જેલનું બાંધકામ 1896માં શરૂ થયું અને વર્ષ 1906માં પૂર્ણ થયું હતું. ઇમારત માટે ઇંટો બર્માથી લાવવામાં આવી હતી. જેલ સાત ભાગોમાં વિભાજિત છે. ભારતની સ્વતંત્રતા બાદ બે વિભાગ તોડી પાડવામાં આવ્યા હતા.
જેલની અંદર.

ઇમેજ સ્રોત, Sumiran Preet

ઇમેજ કૅપ્શન, કેદીઓથી નાળિયેર તેલ કાઢવાનું કાર્ય કરાવવામાં આવતું હતું અને તેમને બાથરૂમ જવા માટે પણ પરવાનગી લેવી પડતી હતી.
જેલની અંદર.

ઇમેજ સ્રોત, Sumiran Preet

ઇમેજ કૅપ્શન, કેદીઓ જેલમાંથી નાસી ન છૂટે તે માટે આ પ્રકારની બેડીઓનો ઉપયોગ સામાન્ય વાત હતી. ઉપયોગ ખૂબ જ સામાન્ય વાત હતી.
ફાંસી.

ઇમેજ સ્રોત, Sumiran Preet

ઇમેજ કૅપ્શન, દોષી જાહેર કરેલા કેદીઓને અહીં ફાંસી આપવામાં આવતી હતી. વર્ષ 1942માં, જાપાને આંદામાન ટાપુ પર કબજો કરીને બ્રિટિશરોને હાંકી કાઢ્યા હતા, પરંતુ વર્ષ 1945માં બીજા વિશ્વયુદ્ધના અંત બાદ, બ્રિટિશરોએ આ જેલ પર ફરીથી પુનઃકબજો મેળવ્યો હતો.
જેલ.

ઇમેજ સ્રોત, Sumiran Preet

ઇમેજ કૅપ્શન, જેલમાં ભારતીય સ્વતંત્રતા સંઘર્ષને સમર્પિત ઘણી સાંકડા કૉરિડૉર જોવાં મળે છે.
જેલ.

ઇમેજ સ્રોત, Sumiran Preet

ઇમેજ કૅપ્શન, આ જેલમાં કુલ 693 ઓરડાં હતાં. જેલની દરેક ઓરડી ખૂબ જ નાની હતી અને છતની નજીક પ્રકાશ આવવાની એક જ બારી હતી.
જેલ.

ઇમેજ સ્રોત, Sumiran Preet

ઇમેજ કૅપ્શન, વર્ષ 1969માં જેલને રાષ્ટ્રીય સ્મારકમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. આ જેલ હવે ભારતીયો માટે 'સ્વતંત્રતા સેનાનીઓનાં બલિદાનનું પ્રતીક' છે. ઘણાં પ્રવાસીઓ અહીંયા આવે છે. 26 ફેબ્રુઆરી, 1966ના રોજ વિનાયક દામોદર સાવરકરનું અવસાન થયું હતું.