હૅપી બર્થડે: આજનું અમદાવાદ વર્ષો પહેલાં આવું દેખાતું હતું!

સુલતાન અહમદશાહે 1411 માં વસાવેલા અમદાવાદ શહેરની આજે 608મી વર્ષગાંઠ છે.

સ્વામિનારાયણ મંદિર

ઇમેજ સ્રોત, KALPIT BHACHEH

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના 19મી સદીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરનું પરિસર તથા પ્રવેશદ્વાર કલાત્મક અને ભવ્ય છે.
ત્રણ દરવાજા

ઇમેજ સ્રોત, KALPIT BHACHEH

ઇમેજ કૅપ્શન, ત્રણ દરવાજા ઐતિહાસિક દરવાજા છે. જેનું નિર્માણ ભદ્રના કિલ્લાની દક્ષિણ દિશામાં 1415માં કરવામાં આવ્યું હતું. દરવાજામાં ત્રણ આર્ક બનાવવામાં આવ્યા છે. વચ્ચેનો આર્ક 17 ફૂટ અને આજૂબાજૂના બન્ને આર્કની પહોળાઈ 13 ફૂટ છે.
સાબરમતી રિવરફ્રન્ટ

ઇમેજ સ્રોત, KALPIT BHACHEH

ઇમેજ કૅપ્શન, અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું શહેર છે. સાબરમતી નદીના કિનારાઓનો વિકાસ કરી સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. વર્ષ 2005થી આ કામ શરૂ કરવામાં આવ્યું હતુ. આજે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવે છે.
ભદ્રનો કિલ્લો

ઇમેજ સ્રોત, KALPIT BHACHEH

ઇમેજ કૅપ્શન, ભદ્રનો કિલ્લો અમદાવાદની મધ્યમાં આવેલો છે. તેને 1411માં અહેમદ શાહે બંધાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે કિલ્લાનું નામ મરાઠા કાળમાં સ્થાપાયેલા ભદ્ર કાળીનાં મંદિર પરથી પડ્યું છે જે લક્ષ્મીનું સ્વરૂપ છે.
કાંકરિયા તળાવ

ઇમેજ સ્રોત, KALPIT BHACHEH

ઇમેજ કૅપ્શન, કાંકરિયા તળાવ અમદાવાદના મણીનગર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. 1451માં બનેલા આ તળાવની સ્થાપના સુલતાન કુતુબ-ઉદ્-દ્દીને કરી હતી. કાંકરિયા એ સમયે હોજ-એ-કુતુબ તરીકે જાણીતું હતું.
રાણી સિપ્રી મસ્જિદ

ઇમેજ સ્રોત, KALPIT BHACHEH

ઇમેજ કૅપ્શન, મસ્જિદે નગીના તરીકે ઓળખાતી રાણી સિપ્રીની મસ્જિદમાં આધુનિકતા અને કલાત્મકતાનો સમન્વય જોવા મળે છે. આ મસ્જિદનું નિર્માણ 1514માં રાણી સિપ્રી દ્વારા કરાવવામાં આવ્યું હતું.