તસવીરોમાં જૂનાગઢ શિવરાત્રી મહોત્સવની ઉજવણી

જૂનાગઢથી બીબીસી સંવાદદાતા સાગર પટેલનો અહેવાલ. મેળાને મિનિકુંભનો દરજ્જો.

શિવરાત્રી
ઇમેજ કૅપ્શન, શિવરાત્રી એટલે હિંદુ દેવતા મહાદેવનો જન્મોત્સવ.
ભક્તો
ઇમેજ કૅપ્શન, ભક્તો આ દિવસે શિવલિંગ પર દૂધ, પાણીના અભિષેક કરી અને બિલ્વપત્રથી વિશેષ પૂજન કરે છે.
ભક્તો
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં શિવરાત્રીની સૌથી ભવ્ય ઉજવણી જૂનાગઢમાં થાય છે.
શિવરાત્રી
ઇમેજ કૅપ્શન, જૂનાગઢમાં શિવરાત્રીના પર્વ પર રાત્રે રવેડી કાઢવામાં આવે છે, જેનું ખૂબ જ મહત્ત્વ છે.
શિવરાત્રી
ઇમેજ કૅપ્શન, જૂનાગઢમાં શિવરાત્રીના પર્વ પર રાત્રે રવેડી કાઢવામાં આવે છે, જેનું ખૂબ જ મહત્ત્વ છે.
શિવરાત્રી
ઇમેજ કૅપ્શન, આ વખતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભવનાથમાં શિવરાત્રીના મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શિવરાત્રી મેળાને મિનિકુંભનો દરજ્જો આપ્યો હતો.
વિદેશો
ઇમેજ કૅપ્શન, શિવરાત્રીના મેળામાં માત્ર ગુજરાત કે દેશનાં જ નહીં, પરંતુ વિદેશોથી પણ પર્યટકો અહીં આવે છે.