રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જીવનની દુર્લભ તસવીરો

મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિના અવસરે બીબીસી લાવ્યું છે એમના જીવનની દુર્લભ તસ્વીરો.

કરમચંદ ગાંધી અને પુતળીબાઈ

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિતે બીબીસી પોતાના વાચકો માટે ગાંધીજીની કેટલીક દુર્લભ તસવીરો લઈને આવ્યું છે. આ તસવીરમાં તેમના પિતા કરમચંદ ગાંધી અને માતા પુતળીબાઈ જોવા મળી રહ્યા છે. (બધી તસવીરો સુપ્રિયા સોગલે, મુંબઈથી બીબીસી ગુજરાતી માટે, સાભારઃ ગાંધી ફિલ્મ ફાઉન્ડેશન)
મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, (ડાબી બાજુ) બાળપણમાં મહાત્મા ગાંધી અને (જમણી બાજુ) યુવા મહાત્મા ગાંધી ઉર્ફે મોહનદાસ કરમચંદ ગાંધી.
મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, બન્ને તસવીરો વર્ષ 1880ની છે જ્યારે મહાત્મા ગાંધી કાયદાનું શિક્ષણ મેળવવા દક્ષિણ-આફ્રિકા ગયા હતા.
પત્ની કસ્તુરબા ગાંધી સાથે મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધી પત્ની કસ્તુરબા ગાંધી સાથે બન્ને તસવીરોમાં જોઈ શકાય છે. કસ્તુરબા ગાંધીને બધા પ્રેમથી ‘બા’ કહીને બોલાવતાં હતાં.
મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, ડાબી બાજુ મહાત્મા ગાંધી પોતાના અનુયાયીઓ સાથે જોવા મળી રહ્યા છે. તો જમણી બાજુ સભાને સંબોધતા મહાત્મા ગાંધી જોવા મળી રહ્યા છે.
મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, વર્ષ 1930માં દાંડી માર્ચ દરમિયાન મહાત્મા ગાંધી.
મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, બન્ને તસવીરોમાં ગાંધીજીને ટ્રેનમાં મુસાફરી કરતા તેમજ પોતાના અનુયાયીઓ સાથે વાત કરતા જોઈ શકાય છે. ગાંધીજી હંમેશા રેલવેના ત્રીજા વર્ગના ડબ્બામાં જ મુસાફરી કરતા હતા.
જવાહરલાલ નહેરુ સાથે મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, આ તસવીરમાં મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સાથે જોવા મળી રહ્યા છે.
મોહમ્મદ અલી જિન્ના સાથે મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, આ તસવીરમાં મહાત્મા ગાંધી મોહમ્મદ અલી જિન્ના સાથે જોવા મળી રહ્યા છે
સુભાષચંદ્ર બોસ સાથે મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, કાંગ્રેસ અધિવેશન દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોસ સાથે વાતચીત કરતા મહાત્મા ગાંધી.
આભા અને મનુ સાથે મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, પોતાના અનુયાયી આભા અને મનુ સાથે મહાત્મા ગાંધી.
ચરખો ચલાવતા મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધીને ચરખાથી વિશેષ પ્રેમ હતો. તેઓ હંમેશા ચરખાથી કાંતેલા સુતરથી બનેલા કપડાં જ પહેરતા હતા.
બાળક સાથે રમતા મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, સવારે ચાલવા જતા સમયે એક બાળક સાથે ખુશખુશાલ ગાંધીજી.
મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, 1930માં બ્રિટેનમાં ગાંધીજી. તેઓ ગોળમેજ સંમેલનમાં ભાગ લેવા બ્રિટન ગયા હતા.
મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

ઇમેજ કૅપ્શન, 30 જાન્યુઆરી, 1948નાં રોજ મહાત્મા ગાંધીજીની નાથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ તસવીર તેમની અંતિમયાત્રાના સમયની છે.