અઠવાડિયાની દેશભરની ઝલક

ગયા અઠવાડિયામાં દેશમાં મહત્વના સમાચાર ફોટાઓમાં

ઉત્તરાયણનો ઉત્સવ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ગુજરાતી મહિલાઓ અમદાવાદમાં ઉત્તરાયણનો ઉત્સવ ઉજવતી દેખાઈ રહી છે. ગુજરાતમાં 14 અને 15મી જાન્યુઆરીએ પતંગ ઉડાવીને આ તહેવારની ઉજણવી કરવામાં આવે છે. આ દિવસો બાદ ઠંડી ઓછી થવાની શરૂઆત થઈ જાય છે.
ફટાકડાની રોશની

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ઉતરાણની સાંજે અમદાવાદમાં ફટાકડાની રોશની જોવા મળી. સાથે આકાશ ચાઇનિઝ ટુક્કલોથી ભરાઈ જાય છે. આ વર્ષે રાજ્ય સરકારે ટુક્કલો પર પ્રતિબંધ મૂક્યો હતો આમ છતાં આકાશમાં ટુક્કલો દેખાઈ હતી.
સનુષ સૂર્યદેવ સાથે એમ એસ ધોનીએ ફોટો પડાવ્યો છે

ઇમેજ સ્રોત, murugavel

ઇમેજ કૅપ્શન, તમિલનાડુના ચેન્નાઈમાં અઢી વર્ષના બાળક સનુષ સૂર્યદેવ સાથે એમ એસ ધોનીએ ફોટો પડાવ્યો છે. સનુષને 'ઇંડિયા બુક ઑફ રૅકોર્ડ્સ'માં 'સૌથી નાના બાળક ક્રિકેટર' તરીકે નવાજવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીએ તેમને શુભેચ્છા આપી હતી.
જલિકટ્ટુ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા યુવકની તસવીર
ઇમેજ કૅપ્શન, તમિલનાડુમાં 'પૉંગલ' તહેવાર દરમિયાન જલિકટ્ટુની ખેલની પરંપરા છે. આ વર્ષે પણ અહીં જલ્લીકટ્ટુનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું હતું. જેમાં હજારો બુલ્સ અને ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા.
એમ્બ્યુલન્સ

ઇમેજ સ્રોત, NOAH SEELAM/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, 17 જાન્યુઆરી, 2018ના રોજ હૈદરાબાદમાં મેડિકલ સ્ટાફ એમ્બ્યુલન્સમાં જોવા મળે છે. તેલંગણા સરકારે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને હોસ્પિટલમાં લઈ જવા માટે હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરી છે.
કૂકડાઓની ફાઇટ
ઇમેજ કૅપ્શન, કૂકડાઓની ફાઇટ પર કાનૂની પ્રતિબંધ છે. આમ છતાં આંધ્ર પ્રદેશનાં તટીય જિલ્લાઓમાં આવી કૂકડા ફાઇટનું આયોજન કરવામાં આવ્યું. સંક્રાંતિ ફેસ્ટિવલનાં નામે કરોડો રૂપિયાનો સટ્ટો ખેલવામાં આવ્યો.
પરેડ

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, પંજાબના પોલીસ કર્મચારીઓએ 19 જાન્યુઆરી, 2018ના રોજ અમૃતસરમાં આગામી પ્રજાસત્તાક દિવસની પરેડની રિહર્સલમાં ભાગ લીધો. ભારત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે.
પરંપરાગત પંજાબી ચૂલો

ઇમેજ સ્રોત, Khushal Lali

ઇમેજ કૅપ્શન, પરંપરાગત પંજાબી ચૂલો. જેનો ઉપયોગ આજે પણ ગ્રામ્ય પંજાબમાં ખાસ કરીને રસોઈ કરવા માટે થાય છે.
ગે લગ્ન

ઇમેજ સ્રોત, HRISHI SATHAVANE

ઇમેજ કૅપ્શન, ભારતમાં પહેલા ગે લગ્ન મહારાષ્ટ્રના યવતમાલમાં થયા. 44 વર્ષના ઋષિ અને વિયતનામના વિનના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. ખાસ વાત એ હતી કે આ લગ્નમાં તેમના પરિજનો અને મિત્રોએ સહર્ષ ભાગ લીધો.
મોશે હોલ્ત્ઝબર્ગ

ઇમેજ સ્રોત, Chabad.org

ઇમેજ કૅપ્શન, મોશે હોલ્ત્ઝબર્ગએ મંગળવારે મુંબઈનાં નરિમાન હાઉસ ખાતે આવેલા ચાબડ હાઉસની મુલાકાત લીધી. મોશેનાં માતા-પિતા 26/11નાં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યાં હતાં. મોશેની ઉંમર ત્યારે બે વર્ષની હતી.