સપ્તાહના મહત્ત્વના સમાચારો તસવીરોમાં

છેલ્લા સપ્તાહમાં આ સમાચારો રહ્યા હતા ચર્ચામાં.

ફ્લાવર શોની તસવીર
ઇમેજ કૅપ્શન, ગુજરાતના અમદાવાદ ખાતે છઠ્ઠા ફ્લાવર શોનું આયોજન કરવામા આવ્યું હતું. આ ફ્લાવર શોમાં વિવિધ જાતની ફૂલોની કલાકૃતિ જોવા મળી હતી. ફૂલો દ્વારા બનેલી સુંદર ઢિંગલી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સ્નાન કરી રહેલા બાળકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળના બાળકોએ ‘માઘ સ્નાન’માં ભાગ લીધો હતો. શિયાળા દરમિયાન તંદુરસ્તી જાળવી રાખવા માટે આ માઘ સ્નાનનું આયોજન કરવામાં આવે છે.
રજનીકાન્તની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચેન્નાઈ ખાતે ચાહકોની હાજરીમાં ફિલ્મ સુપરસ્ટાર રજનીકાન્તે રાજનીતિમાં સત્તાવાર ઍન્ટ્રીની જાહેરાત કરી હતી.
બસ સ્ટેન્ડ પર મુસાફરોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તામિલનાડુ રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓએ વેતન વધારાની માંગણી સાથે પાંચમી ડિસેમ્બરે અનિશ્ચિતકાળની હડતાલ પાડી હતી, જેનાં કારણે ઘણાં મુસાફરોએ હાલાકી ભોગવવી પડી હતી.
રંગોળી બનાવી રહેલી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પહેલી જાન્યુઆરી, 2018ના રોજ નવા વર્ષને આવકારવા હૈદરાબાદમાં ઘરની બહાર મહિલાઓએ રંગોળી બનાવી હતી. પરિવારજનો અને મિત્રોના સ્વાગતમાં સુંદર રંગોળી બનાવવાની પરંપરા છે.
પરફોર્મ કરી રહેલી મહિલાઓની તસવીર

ઇમેજ સ્રોત, Tirupati Rao

ઇમેજ કૅપ્શન, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે 'વિશાખા ઉત્સવ' દરમિયાન પરફોર્મ કરી રહેલા કલાકારો.
પોલીસકર્મીઓની તસવીર

ઇમેજ સ્રોત, Sharad Badhe / BBC

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના પૂણેના કોરેગાંવમાં સંખ્યાબંધ દલિતો 200 વર્ષ અગાઉ થયેલા યુદ્ધમાં વિજયની ઉજવણી કરવા ભેગા થયાં હતાં, પરંતુ બાદમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. મુંબઈમાં એક દિવસ બંધનું એલાન થયું હતું. તણાવગ્રસ્ત માહોલમાં તહેનાત સુરક્ષાકર્મીઓ.
સળગી ગયેલા વાહનની તસવીર

ઇમેજ સ્રોત, Mayuresh Konnur / BBC

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલા હિંસક દેખાવો દરમિયાન ઠેરઠેર વાહનોને આગચંપી કરવામાં આવી હતી. પૂણેના કોરેગાંવમાં સળગી ગયેલી કાર.
ઇમારતની તસવીર

ઇમેજ સ્રોત, Khushal Lali

ઇમેજ કૅપ્શન, પંજાબના શ્રી આનંદપુર સાહિબ ખાતે પંજ પ્યારા પાર્કની તસવીર.
'પૉપ્લર' વૃક્ષોની તસવીર

ઇમેજ સ્રોત, Khushal Lali

ઇમેજ કૅપ્શન, પંજાબમાં શિયાળાની ઋતુ દરમિયાન 'પૉપ્લર' વૃક્ષોની તસવીર. અત્યારના સમયે વૃક્ષોનાં પાન ખરી જાય છે.