બહેનની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા ભાઈ ડગ્લસ સલ્ડાના કરે છે આ ક્રિસમસ ટ્રીની જાળવણી.
ડગ્લસ સલ્ડાના જણાવે છે કે ''હું 10-20 દિવસ માટે સેલિબ્રિટિ બની જાઉં છું. લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં આ વૃક્ષ નોંધાયેલું છે. આનાથી લાંબા વૃક્ષો વચ્ચે આ વૃક્ષ લાંબુ, પૂર્ણ રીતે શણગારેલું અને નૈસર્ગિક હોવાથી અલગ તરી આવે છે.''
''હું મુંબઈના વરલીમાં રહું છું. અમે આ વૃક્ષ અમારા પાડોશી પાસેથી ખરીદ્યું હતું.
ત્યારબાદ મેં મારી બહેન સાથે આ વૃક્ષ અમારા બગીચામાં રોપ્યું હતું. હવે આ ઝાડ 65 ફૂટ ઊંચું છે.''
''આ ક્રિસમસ ટ્રીએ મારી બહેનનો જુસ્સો જીવતો રાખ્યો છે.
મારી બહેનનું નિધન 2005માં કેન્સરના કારણે થયું હતું. હું આ ઝાડ 2005થી શણગારું છું.
તેમની અંતિમ ઇચ્છા હતી કે અમે આ વૃક્ષને શણગારતા રહીએ, જેથી તે તેને સ્વર્ગમાંથી પણ જોઈ શકે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો