ByeBye2017: વર્ષમાં દુનિયાને અલવિદા કરનાર આઠ મહાન હસ્તીઓ

વિજ્ઞાનથી લઈ સંગીત-કળા સુધીના ક્ષેત્રની દેશની પ્રતિભાઓને શ્રદ્ધાંજલિ જેમણે 2017માં અંતિમ શ્વાસ લીધા.

અબ્દુલ હલિમ જફર ખાન

ઇમેજ સ્રોત, JAFFERKHANIBAAJ

ઇમેજ કૅપ્શન, 4 જાન્યુઆરી 2017ના રોજ જાણીતા સિતાર વાદક અબ્દુલ હલિમ જફર ખાનનું 89 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને ભારત સરકારે વર્ષ 1970માં પદ્મશ્રી અને વર્ષ 2006માં પદ્મભૂષણ ઍવૉર્ડથી નવાજ્યા હતા.
સુરજિત સિંઘ બરનાલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 14 જાન્યુઆરી 2017ના રોજ સુરજિત સિંઘ બરનાલાનું 91 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ પંજાબના મુખ્યમંત્રીથી લઈ કેન્દ્ર સરકારમાં મંત્રીના પદ પર રહ્યા હતા. આ સિવાય આંદામાન-નિકોબાર, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ અને તમિલનાડુના ગવર્નર તરીકે સેવા આપી હતી.
સી.વી. વિશ્વેશ્વરા

ઇમેજ સ્રોત, RRI.RES.IN

ઇમેજ કૅપ્શન, 14 જાન્યુઆરી 2017ના રોજ ભારતીય વૈજ્ઞાનિક સી.વી. વિશ્વેશ્વરાનું 78 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને ‘બ્લેકહોલ મૅન ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે બ્લેકહોલ થિયરી પર ઘણું કામ કર્યું હતું.
તારક મહેતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પહેલાં પોતાની કલમથી દુનિયાભરના ગુજરાતીઓ અને પછી તેમના લખાણ પરથી બનેલી સિરિયલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’થી આખા દેશને હસાવનારા લેખક તારક મહેતાએ આ વર્ષે 1 માર્ચે દુનિયામાંથી વિદાય લીધી.
અનિલ દવે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 18 મે 2017ના રોજ પર્યાવરણવિદ્ અને રાજકીય નેતા અનિલ માધવ દવેનું 60 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે નર્મદા નદી માટે પર્યાવરણવિદ્ તરીકે ઘણું કામ કર્યું હતું.
કે.પી.એસ. ગીલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 26 મે 2017ના રોજ પંજાબના ડીજીપી તરીકે બે વખત સેવા આપી ચૂકેલા કંવર પાલ સિંઘ ગીલનું 82 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ કે.પી.એસ. ગીલ તરીકે જાણીતા હતા. તેમને ભારત સરકારે વર્ષ 1989માં પદ્મશ્રી ઍવૉર્ડથી નવાજ્યા હતા.
યશ પાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 24 જુલાઈ 2017ના રોજ શિક્ષણવિદ્ અને વૈજ્ઞાનિક યશ પાલનું 90 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે યુનેસ્કો તરફથી કલિંગા ઍવૉર્ડ મેળવ્યો હતો. ભારત સરકારે તેમને વર્ષ 1976માં પદ્મભૂષણ અને વર્ષ 2013માં પદ્મવિભૂષણ ઍવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ગિરિજા દેવી

ઇમેજ સ્રોત, VIVEK DESAI

ઇમેજ કૅપ્શન, 24 ઑક્ટોબર 2017ના રોજ શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવીનું 88 વર્ષની વયે અવસાન થયું. જેમને ભારત સરકારે વર્ષ 1972માં પદ્મશ્રી, વર્ષ 1989માં પદ્મભૂષણ અને વર્ષ 2016માં પદ્મવિભૂષણ ઍવૉર્ડથી નવાજ્યા હતા. બનારસ ઘરાનાની ગાયન શૈલી અને શાસ્ત્રીય સંગીતના ગાયન પ્રકાર ઠૂમરીને સમૃદ્ધ બનાવવાનો શ્રેય તેમને જાય છે.