અહીં સરળતાથી લઈ શકાય છે મોદી સાથે સેલ્ફી

દિલ્હીની એવી જગ્યા જ્યાં તમે સરળતાથી અનેક સેલિબ્રિટિને 'મળી શકો' છો.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Prit Garala

ઇમેજ કૅપ્શન, વેક્સ (મીણ)ના સ્ટેચ્યુ માટે પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમ હવે 1 ડિસેમ્બરથી ભારતના દિલ્હીમાં પણ ખૂલી ગયું છે. આ મ્યુઝિયમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમને આગવા અંદાજમાં નમસ્કાર કરતા જોવા મળે છે.
સચિન તેંડુલકર
ઇમેજ કૅપ્શન, જેમાં આપ સચિન તેંડુલકરનું આ સ્ટેચ્યુ પણ જોઈ શકો છો.
રાજ કપૂરનો ફોટો
ઇમેજ કૅપ્શન, મીણની અદ્ધુત કારીગરી ધરાવતું આ મ્યુઝિયમ ભારત સિવાય લંડન(1884), લાસ વેગાસ(1999), ન્યૂ યોર્ક(2000), શાંઘાઇ(2006), હોલિવુડ(2009) અને સિડની(2012)માં પણ છે. જેમાં આપને રાજ કપૂર પણ જોવા મળશે.
રણબીર કપૂર
ઇમેજ કૅપ્શન, દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પ્રવેશવા ટિકિટ ખરીદવી પડશે. જેમાં બાળકો માટે 760 રૂપિયા અને ઍડલ્ટ માટે 960 રૂપિયા ખર્ચવા પડશે. રણબીર કપૂર તમને ડાન્સ સ્ટેપ કરતા જોવા મળશે.
હ્રતિક રોશન
ઇમેજ કૅપ્શન, અહીં મુલાકાત લેવાનો સમય સવારે 10થી રાતના 7.30 સુધીનો છે. હ્રતિક રોશન આવા અંદાજમાં જોવા મળે છે.
મધુબાલાનો ફોટો
ઇમેજ કૅપ્શન, 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...' મધુબાલાનું સ્ટેચ્યુ
લિયોનાર્ડો દી કેપ્રિયો
ઇમેજ કૅપ્શન, આ મ્યુઝિયમમાં અમૂક પ્રકારની ગેમ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લિયોનાર્ડો દી કેપ્રિયો શૂટ-બૂટમાં જોવા મળે છે.
એન્જલિના જોલીનો ફોટો
ઇમેજ કૅપ્શન, તેમજ પૂતળામાં વાસ્તવિક વાળ એકએક કરીને લગાડવામાં આવે છે. એન્જલિના જોલી અહીં જોવા મળશે.
અમિતાભ બચ્ચન
ઇમેજ કૅપ્શન, માહિતી પ્રમાણે, આ પૂતળા બનાવવામાં શરીરના વિવિધ ભાગોના 500થી વધુ માપ લેવામાં આવે છે. અહીં અમિતાભ બચ્ચન પણ તમને જોવા મળશે.
કપિલ દેવનો ફોટો
ઇમેજ કૅપ્શન, જેમાં ક્રિકેટની રમતમાં પોતાનું આગવું નામ ધરાવનારા કપિલ દેવનું પૂતળું તમને 1983ના વર્લ્ડ કપની યાદ અપવાશે.
આશા ભોંસલે
ઇમેજ કૅપ્શન, અહીં પ્રખ્યાત ગાયક આશા ભોંસલે ગીત ગાતાં જોવા મળે છે.
ઝાકિર હુસેન
ઇમેજ કૅપ્શન, આ મ્યુઝિયમની મુલાકાત તમે અઠવાડિયાના સાતેય દિવસોમાં લઈ શકો છો. ઝાકિર હુસેન પણ આપને અહીં જોવા મળશે.
મેરી કોમ
ઇમેજ કૅપ્શન, આ મ્યુઝિયમ દિલ્હીના કનૉટ પ્લેસમાં આવેલું છે. અહીં તમને મેરી કોમ લડાઈના મેદાનમાં જોવા મળશે.