BBC INNOVATORS: ભણવા માગતી બાળકીઓ માટે વરદાન છે 'એજ્યુકેટ ગર્લ્સ' સંસ્થા
આપણે ભલે આજે 21મી સદીમાં જીવી રહ્યાં છીએ, પરંતુ આજે પણ દેશમાં અનેક સમાજોમાં ખૂબ જ નાની વયે બાળકીઓના લગ્ન કરાવી દે છે.
બાળલગ્ન જેવા બીજા ઘણા કારણો છે કે, જેના લીધે બાળકીઓ શિક્ષાથી વંચિત છે. દેશમાં 10 થી 14 વર્ષની એક તૃતીયાંશ બાળકીઓ એવી છે કે, જે શિક્ષણથી વંચિત છે.
પણ આ બાળકીઓ માટે આશીર્વાદ સમાન બન્યા છે 'એજ્યુકેટ ગર્લ્સ' સંસ્થાના સફીના હુસૈન અને તેમની સાથે જોડાયેલા 10 હજાર સ્વયંસેવકો.
આ ટીમની મદદથી 1.50 લાખ બાળકીઓ શિક્ષણનું સ્વપ્ન પુરૂં કરી શકી છે.
સંસ્થા દેશની 30 લાખ બાળકીઓને સ્કૂલે મોકલી શિક્ષણ અપાવવાનું લક્ષ્ય ધરાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો