ગુજરાતનાં આ ગામમાં પાણી, રસ્તા સિવાયત સ્મશાનની પણ સમસ્યા
ડાંગ જિલ્લાનાં કરાડીઆંબા ગામમાં 400થી 500 લોકો નિવાસ કરે છે.
અહીં લોકોની પાણી અને રસ્તા જેવી સામાન્ય સમસ્યા તો છે જ પરંતુ તેની સાથે સ્મશાનની જગ્યાની પણ સમસ્યા છે. ગામના લોકો પાણીની સમસ્યા નિવારવા માટે ચેકડેમની માગ કરી રહ્યાં છે. ડાંગ જિલ્લાનું ગુજરાતનું આ છેલ્લું ગામ છે. આ ગામ બાદ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ શરૂ થઈ જાય છે. વર્ષોથી બાદ પણ આ ગામમાં પાયાની ગણાતી સુવિધાઓ પણ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો