ઇંદિરા ગાંધી : પૂર્વ વડાં પ્રધાનની જન્મજયંતી નિમિત્તે તેમની ગુજરાત મુલાકાતની દુર્લભ તસવીરો

શુકદેવ ભચેચે લીધેલી કેટલીક અલભ્ય તસવીરોમાં ઇંદિરા ગાંધીનાં વ્યક્તિત્વની ઝલક

ઇંદિરાજીનો ફોટો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં પરંપરાગત સ્વાગતથી આનંદિત થઈ ગયેલાં ઇંદિરા ગાંધી.
ઇંદિરાજીનો ફોટો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધીનાં વ્યક્તિત્વની ઝલક અમદાવાદમાં 1971માં લેવાયેલી આ તસવીરમાં થાય છે, જેમાં તેમની સાથે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઈ પણ નજરે પડે છે.
ઇંદિરાજીનો ફોટો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ગુજરાતના વિકાસમાં રસ લેતાં ઇંદિરા ગાંધી વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ સાથે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોશિયેશન (અટિરા) ખાતે.
ઇંદિરાજીનો ફોટો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ઍરપોર્ટ પર હેલિકૉપ્ટરમાંથી બહાર આવતાં ઇંદિરાની લાક્ષણિક તસવીર
ઇંદિરાજીનો ફોટો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, આ વિરલ ક્ષણ દર્શાવતી અલભ્ય તસવીરમાં 1972માં અમદાવાદની મુલાકાતે આવેલાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની ખુલ્લી જીપ સમક્ષ અચાનક એક નિ:સહાય મહિલા સુરક્ષા વ્યવસ્થાને તોડીને રસ્તા પર આવી, આ રીતે સૂઈ ગઈ. સંવેદનશીલ ઇંદિરાએ તેમની ફરિયાદ સાંભળી અને તેમની અરજી લઈ લીધી. ત્યારબાદ અમદાવાદ ઍરપોર્ટ પહોંચેલાં ઇંદિરાએ અમદાવાદ કલેક્ટરને બોલાવી અરજી આપતાં કહ્યું, “મૈં ડેઢ ઘંટે મેં દિલ્હી પહુંચ જાઉંગી. તબ તક યે બુઝુર્ગ મહિલા કી સમસ્યા હલ હો જાની ચાહિયે.” અને બસ બે કલાક્માં જ ઇંદિરાએ લાચાર મહિલાને ન્યાય અપાવી દીધો!
ઇંદિરાજીનો ફોટો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, પુત્રવધુ સોનિયા ગાંધી સાથે ઇંદિરા ગાંધી અમદાવાદમાં એક કાર્યક્રમમાં બાળકીઓ સાથે.