મંદિરોની મુલાકાતને લઈને ચર્ચામાં આવેલા રાહુલ ગાંધીએ કહ્યું 'હું શિવ ભક્ત છું'

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન પાટણમાં 'હું શિવ ભક્ત છું.' કહ્યું હતું.

અક્ષરધામમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER/INCINDIA

ઇમેજ કૅપ્શન, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાની નવસર્જન યાત્રાની શરૂઆત ગાંધીનગરના સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા અક્ષરધામ મંદિરથી કરી હતી. આ સંપ્રદાય સાથે પટેલો મોટાપ્રમાણમાં જોડાયેલા છે. કોંગ્રેસ ગુજરાત ચૂંટણીમાં પટેલ વૉટબૅન્ક ઊભી કરવા પ્રયાસરત છે.
અંબાજી મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER/INCINDIA

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ બનાસકાંઠામાં જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં અંબા માતાના દર્શન કરવા ગયા હતા. ગુજરાતમાં 9 ડિસેમ્બરથી લઈને 14 ડિસેમ્બરના મતદાન થશે.
ચોટીલા મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER/OFFICEOFRG

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં યાત્રા શરૂ કરતા પહેલા ચોટીલામાં ચામુંડા માતાના મંદિરના દર્શન કર્યાં હતાં.
દ્વારકાધીશ મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER/OFFICEOFRG

ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બર મહિનાના અંતમાં રાહુલ ગાંધીએ હિન્દુઓના ચાર પવિત્ર ધર્મસ્થળોમાંથી એક એવાં દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી.
દાહોદના કબીર મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER/OFFICEOFRG

ઇમેજ કૅપ્શન, ગુજરાતના દાહોદમાં આવેલા કબીર મંદિરના દર્શન કરી રહેલા રાહુલ ગાંધી.
નવરાત્રી દરમિયાન રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER/OFFICEOFRG

ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બરમાં રાહુલ ગાંધીએ નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કર્યાં હતાં. તેમણે ગરબી મંડળની મુલાકાત પણ લીધી હતી.
અયોધ્યા મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી આ પહેલાં યૂપીની ચૂંટણી દરમિયાન અયોધ્યા મંદિરના દર્શન કરી ચૂક્યા છે.
કેદારનાથ મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડમાં આવેલા ભગવાન કેદારનાથના મંદિરમાં દર્શન કરવા પહોંચેલા રાહુલ ગાંધી.
અમેઠીના એક મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2004ની ચૂંટણીઓ દરમિયાન અમેઠીના એક મંદિરમાં પૂજા કરતા રાહુલ ગાંધી.