#HappyDiwali: સમયાંતરે બદલાયેલા દિવાળીના રંગો

વર્ષો પહેલાંની દિવાળી અને આજની દિવાળીમાં શું ફરક છે?

ઘરનાં દ્વારે આસોપાલવનું તોરણ લગાવતાં જયમતીબેનની તસવીર

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, પાંચ દાયકા અગાઉ અમદાવાદમાં જયમતીબેન મહેતા ઘરનાં બારણે માત્ર આસોપાલવના પાનનું તોરણ લગાવી દિવાળીના તહેવારને આવકારતાં હતાં.
ઘરનાં દ્વારે એલઇડી લાઇટનું તોરણ લગાવતી મહિલા

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, આજે ગૃહિણીઓ ઘરનાં દ્વારને LEDનાં તોરણથી સજાવે છે.
1957માં લેવાયેલી તસવીરમાં દિવાળીના દિવસે દીવા પ્રગટાવી રહેલી બે બાળકીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1957માં લેવાયેલી આ તસવીરમાં દિવાળીના દિવસે દીપ પ્રાગટ્ય કરી રહેલી બાળકીઓ.
ઇલેક્ટ્રિક દીવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પરંપરાગત દીવાનું સ્થાન આજના સમયમાં ઇલેક્ટ્રિક રોશનીએ લઈ લીધું છે.
છ દાયકા પૂર્વે દિવાળીના દિવસની લેવાયેલી તસ્વીરમાં વેપારીઓ 'ચોપડાપૂજન' કરી રહયા છે

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, છ દાયકા પૂર્વે દિવાળીના દિવસે લેવાયેલી તસવીરમાં ચોપડાપૂજન કરી રહેલા વેપારીઓ
2017માં મોબાઇલ સાથે ચોપડા પૂજન કરતા વેપારીઓની તસવીર

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, હવે દિવાળીના ચોપડાપૂજનમાં મોબાઇલે પણ સ્થાન મેળવ્યું છે.
દિવાળીના તહેવાર પર કમ્પ્યૂટરનું પૂજન કરતી બાળકી પિતા સાથે

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, એક સમયે વેપારના હિસાબી ચોપડાનું સ્થાન કમ્પ્યૂટરે લીધું.
દિવાળીના તહેવાર પર ટેબ્લેટ સહિતના ઇલેક્ટ્રોનિક સાધનોનું પરંપરાગત પૂજન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવે વેપારના હિસાબની નોંધ ઇલેક્ટ્રોનિક સાધનોમાં રાખવામાં આવે છે અને તેમનું પૂજન કરવામાં આવે છે.
દીવડા પ્રગટાવતી યુવતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માટીના કોડિયાંમાં દીપને પ્રજ્વલિત કરવામાં આવતા હતા.
દીવડાના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવેલી એલઇડી લાઇટની રોશની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આજે હાર બંધ ગોઠવેલાં ઇલેક્ટ્રિક કોડિયાં 'પ્રજ્વલિત' કરવામાં આવે છે.
ચાર દાયકા પૂર્વેના અમદાવાદમાં ફોટોમાં દિવાળીના દિવસે યોજાતા મુહૂર્ત ટ્રેડિંગમાં બુમાબુમ કરી સોદા પાડતા દલાલો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ચાર દાયકા પૂર્વે અમદાવાદ શેરબજારમાં દિવાળીના દિવસે યોજાતા મુહૂર્ત ટ્રેડિંગમાં દલાલો બુમાબુમ કરીને સોદા પાડતા હતા.
શેર બજારમાં ટ્રેડિંગ કરતો પુરુષ કમ્પ્યૂટર સામે માથું નમાવી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આજે લેપટૉપ, ટેબ્લેટ કે મોબાઇલથી ટ્રેડિંગ થાય છે.
દિવાળીના તહેવાર પર દીપ પ્રજ્વલિત કરતી મહિલા અને ફૂલઝર સાથે બાળકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિવાળીના તહેવાર પર દીપ પ્રજ્વલિત કરતી મહિલા અને ફૂલઝર સાથે બાળક
દિવાળીના તહેવાર પર સેલ્ફી ક્લિક કરતી બે યુવતીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આજે દિવાળીમાં પણ પરિવાર અને મિત્રો સાથે સેલ્ફી અચૂક ક્લિક કરવામાં આવે છે.