જ્યારે જૂનાગઢમાં રંગોએ લીધો પ્રભાસનો આકાર

દિવાળીના તહેવારમાં રોમીન સુરેજાએ બનાવી બાહુબલીની રંગોળી

રંગોળી દોરતા રોમીનની તસવીર

ઇમેજ સ્રોત, Kantibhai Sureja

ઇમેજ કૅપ્શન, રોમીનને બાળપણથી જ ચિત્રકળાને લઈને ખાસ લગાવ છે. શાળાની શરૂઆતથી જ ચિત્રકળાની સ્પર્ધાઓમાં ભાગ લઈને વિવિધ જાતના ઇનામો તેમણે જીત્યાં છે.
અડધી તૈયાર થયેલી રંગોળીની તસવીર

ઇમેજ સ્રોત, Kantibhai Sureja

ઇમેજ કૅપ્શન, હાલ, રોમીન ડેન્ટિસ્ટનો અભ્યાસ કરે છે અને ડૉક્ટર બનવાના આરે છે. રોમીન મુશ્કેલ તબીબી અભ્યાસ અને પોતાની કળાના શોખને સરખી રીતે સંતુલન રાખવામાં સફળ રહ્યાં છે.
રંગોળી દોરતા રોમીનની તસવીર

ઇમેજ સ્રોત, Kantibhai Sureja

ઇમેજ કૅપ્શન, રોમીન દર દિવાળીએ ચાલી રહેલા ટ્રેન્ડને અનુસરીને રંગોળીની રચના કરે છે. આ વખતે તેમણે બાહુબલીના ક્રેઝને પારખીને પ્રભાસની રંગોળી કરવાનો નિર્ણય કર્યો.
રંગોળી દોરતા રોમીનની તસવીર

ઇમેજ સ્રોત, Kantibhai Sureja

ઇમેજ કૅપ્શન, સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ સંપૂર્ણ રંગોળીમાં તેમણે ખાલી સફેદ અને કાળા રંગનો જ ઉપયોગ કર્યો છે. રંગોળી માટે આશરે છ કિલો રંગ વપરાયો છે.
અડધી તૈયાર થયેલી રંગોળીની તસવીર

ઇમેજ સ્રોત, Kantibhai Sureja

ઇમેજ કૅપ્શન, આ રંગોળી 7.5 ફૂટ X 6 ફૂટની છે. રોમીનને આ રંગોળી બનાવવા માટે આશરે 25થી 26 કલાકનો સમય લાગ્યો હતો.
રંગોળી દોરતા રોમીનની તસવીર

ઇમેજ સ્રોત, Kantibhai Sureja

ઇમેજ કૅપ્શન, રોમીનના આ શોખને આગળ ધપાવવા માટે તેમના માતા-પિતા તેમને પૂરતો સપોર્ટ કરે છે અને આગળ વધારે સારું કરવાની પ્રેરણા આપે છે.
રોમીને તૈયાર કરેલી અભિનેતા પ્રભાસની રંગોળી

ઇમેજ સ્રોત, Kantibhai Sureja

ઇમેજ કૅપ્શન, રોમીન હાલ તો માત્ર પોતાના શોખથી વિવિધ રચનાઓ કરે છે, પરંતુ ભવિષ્યમાં પ્રખ્યાત ચિત્રકાર બનવું તે રોમીનનું સ્વપ્ન છે.
રંગોળી દોરતા રોમીનની તસવીર

ઇમેજ સ્રોત, Kantibhai Sureja

ઇમેજ કૅપ્શન, રોમીનની દર વર્ષની વિવિધ રંગોળીઓ જોવા માટે દર વર્ષે આજુબાજુના વિસ્તારમાંથી અનેક લોકો તેમને ત્યાં આવે છે.
રોમીને દોરેલા કેટલાક સ્કેચ

ઇમેજ સ્રોત, Romin sureja

ઇમેજ કૅપ્શન, રોમીનને રંગોળી સિવાય વિવિધ પેઇન્ટિંગ અને સ્કેચ બનાવવાનો પણ શોખ છે અને સતત આવી કળાત્મક રચનાઓ સમયાનુસાર કરતા રહે છે.