જગજીત સિંઘની પુણ્યતિથિએ તેમના વિશે કેટલીક ખાસ વાત

સ્ટેજ પોગ્રામમાં ગઝલની વચ્ચે જગજીત સિંઘ જોક્સ શા માટે કહેતા હતા?

જગજીત સિંઘ
ઇમેજ કૅપ્શન, જલંધરના ડીએવી કૉલેજની હૉસ્ટેલમાં જગજીત સિંઘ રહેતા હતા. તેમની આસપાસના રૂમમાં રહેવાનું કોઈ પસંદ નહોતું કરતું. કારણ કે તેઓ સવારે પાંચ વાગ્યે ઉઠી રિયાઝ કરતા. તેઓ પોતે પણ નહોતા સૂતા અને બાજુમાં રહેનાર કોઈને સૂવા પણ નહોતા દેતા.
જગજીત સિંઘની યુવાનીની તસવીર
ઇમેજ કૅપ્શન, બહુ ઓછા લોકો જાણે છે કે એ દિવસોમાં ઑલ ઇન્ડિયા રેડિયોના જલંધર સ્ટેશને તેમને ઉપ-શાસ્ત્રીય ગાયન શૈલીમાં ક્વોલિફાય નહોતા કર્યા. શાસ્ત્રીય શૈલીમાં તેમને બી ગ્રેડનો દરજ્જો મળ્યો હતો.
જગજીત સિંઘના કૉલેજના દિવસોની તસવીરમાં અન્ય કૉલેજના લોકો અને મેડલ સાથે

ઇમેજ સ્રોત, KARTAR SINGH

ઇમેજ કૅપ્શન, એક વખત સુભાષ ઘાઈ અને જગજીત સિંઘ પોતપોતાની યુનિવર્સિટી તરફથી અંતર રાજ્ય યુવા મહોત્સવમાં ભાગ લેવા બેંગલુરુ ગયા હતા. જ્યારે માઇક પર જાહેરાત થઈ ત્યારે લોકો હસી પડ્યા કે એક પંજાબી કઈ રીતે શાસ્ત્રીય શૈલીમાં ગાઈ શકે.
જગજીત સિંઘ તેમના બાળકો સાથે

ઇમેજ સ્રોત, CHITRA SINGH

ઇમેજ કૅપ્શન, પરંતુ જેવું તેમણે ગાવાનું શરૂ કર્યું કે ધીમે ધીમે તેમનો જાદૂ પ્રસરવા લાગ્યો. હાજર જે શ્રોતા શાસ્ત્રીય સંગીત સમજતા હતા તેઓ તાળીઓ વગાડતા રહ્યા. આ સ્પર્ધામાં જગજીતનો પહેલો નંબર આવ્યો.
જગજીત સિંઘ અને ચિત્રા સિંઘની જૂની તસવીર

ઇમેજ સ્રોત, CHITRA SINGH

ઇમેજ કૅપ્શન, 1965માં જગજીત સિંઘ મુંબઈ પહોંચ્યા. જ્યાં તેમની મુલાકાત ઊભરતી ગાયિકા ચિત્રા સિંઘ સાથે થઈ. ચિત્રા કહે છે કે જ્યારે જગજીતને પહેલી વખત જોયા ત્યારે તે પાડોશમાં ગાવા માટે આવ્યા હતા. તેમણે એ પણ કહ્યું કે મેં જ્યારે પહેલી વખત જગજીતને સાંભળ્યા તો મને બિલકુલ નહોતા ગમ્યા.
કાર્યક્રમમાં પર્ફોર્મ કરતા જગજીત સિંઘ અને ચિત્રા સિંઘ

ઇમેજ સ્રોત, CHITRA SINGH

ઇમેજ કૅપ્શન, બે વર્ષ બાદ જગજીત અને ચિત્રા સંયોગથી એક સ્ટૂડિયોમાં રેકોર્ડિંગ માટે મળ્યા. ધીમે ધીમે તેમનો સંપર્ક વધ્યો અને દોસ્તી થઈ. જગજીતે ચિત્રાને ગાયકીમાં ઘણું શીખવ્યું હતું.
જગજીત સિંઘ અને ચિત્રા સિંઘ

ઇમેજ સ્રોત, CHITRA SINGH

ઇમેજ કૅપ્શન, જગજીત સિંઘના ભાઈ કરતાર સિંઘે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓને આશ્ચર્ય થતું કે જગજીત ગઝલની વચ્ચે જૉક્સ કેમ કહેતા. ત્યારે જગજીત તેમને જવાબ આપેલો કે ખાલી ગાવાથી તમે શ્રોતા સાથે કનેક્ટ નથી થઈ શક્તા, એટલે જૉક્સ કહું છું.
જગજીત સિંઘ ચિત્રા સિંઘ અને સંગીતકાર ખય્યામ

ઇમેજ સ્રોત, CHITRA SINGH

ઇમેજ કૅપ્શન, જગજીત સિંઘ દર બે વર્ષે આલ્બમ રિલીઝ કરવાનું પસંદ કરતા હતા. તેમના મતે શ્રોતાઓને પ્રતીક્ષા કરાવવી જોઇએ.
હોર્સ રેસિંગ મેદાનમાં ઘોડા અને અન્ય લોકો સાથે જગજીત સિંઘ

ઇમેજ સ્રોત, CHITRA SINGH

ઇમેજ કૅપ્શન, જગજીત સિંઘને હોર્સ રેસિંગનો ખૂબ શોખ હતો. એક રેસમાં તેમનો ઘોડો અચાનક આગળ નીકળી ગયો તો તેઓ જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા. તેમનો અવાજ બેસી ગયો. તેમને ફરી ગાવા માટે લાયક થવામાં ચાર મહિના લાગ્યા.
જગજીત સિંઘ અને ગુલઝાર
ઇમેજ કૅપ્શન, પહેલી વખત જાવેદ અખ્તરે જગજીત સિંઘને અમિતાભ બચ્ચનના ઘરે સાંભળ્યા હતા. જાવેદ અખ્તરે જગજીત સિંઘ વિશે કહ્યું હતું કે ગઝલ ગાયકીમાં જગજીત ભારતીય ઉપ મહાદ્વિપમાં આખરી સ્તંભ હતા.
જગજીત સિંઘ જ્યારે પાકિસ્તાન ગયા ત્યારે તેમનું થતું સ્વાગત

ઇમેજ સ્રોત, CHITRA SINGH

ઇમેજ કૅપ્શન, જગજીત સિંઘ તેમના સાજિંદાઓનું ખૂબ ધ્યાન રાખતા. તેમના એક રેકોર્ડિસ્ટ દમન સૂદના જણાવ્યા પ્રમાણે એક વિદેશ યાત્રા સમયે જગજીત સિંઘે સવારમાં દમન સૂદ માટે બેડ-ટી બનાવી હતી. એક વખત તેમણે પોતે શુટ પણ ઇસ્ત્રી કરીને આપ્યો હતો.