પોલિયોનો ભોગ બનેલી સાંઈ પદ્મા આદિવાસી બાળકોને ભણાવે છે
સાંઈ પદ્માએ કરોડરજ્જુની સર્જરી કરાવી હતી. જે બાદ તેમણે બે વર્ષ પથારીમાં પસાર કર્યાં.
આ સર્જરીએ તેમનું જીવન બદલી નાખ્યું. તેમના પિતાએ સલાહ આપી કે સેવા એ સ્વાસ્થ્ય છે.
પિતાએ કહ્યું, "તું તારી બુદ્ધિ અને ક્ષમતાનો ઉપયોગ અન્ય લોકોને મદદ કરવામાં કર."
આ વાત એક મંત્રની જેમ તેમના હૃદયમાં ઊતરી ગઈ.
તેમની પણ ઇચ્છા હતી કે તેમનું પોતાનું બાળક હોય પરંતુ તેમની શારીરિક સ્થિતિ એ માટે યોગ્ય નહોતી.
પરંતુ ‘મધર્સ ડે’ના દિવસે તેમને તમામ બાળકોએ મા સમજીને શુભેચ્છાઓ આપી.
હવે તમામ વિદ્યાર્થીઓ સાંઈ પદ્મા તેમનાં બાળકો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો