ફોટો ગેલેરી : ભાગદોડ બાદની મુંબઈની કેટલીક તસવીરો

એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનના પગપાળા પુલ પર ભાગદોડમાં 22 લોકોના મોત થયા છે. આ ઘટના બાદની કેટલીક તસવીરો.

કેઈએમ હોસ્પિટલ
ઇમેજ કૅપ્શન, ઈજાગ્રસ્ત લોકોને એલફિન્સ્ટન રોડના કેઈએમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા
કેઈએમ હોસ્પિટલ
ઇમેજ કૅપ્શન, મુંબઈમાં પરેલ-એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનને જોડનારા પગપાળા પુલ પર ભાગદોડ દ્વારા ઈજાગ્રસ્ત થયેલા લોકોને કેઈએમ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યાં હતા. હોસ્પિટલની બહાર વિશાળ ભીડ લાગેલી હતી
એલફિન્સ્ટન રેલવે સ્ટેશન પગપાળા પુલ
ઇમેજ કૅપ્શન, એલફિન્સ્ટન રેલવે સ્ટેશનને જોડનારા પુલ પર ભાગદોડને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોને બચાવવા માટે પુલ પર એનડીઆરએફના જવાનો ગોઠવવામાં આવ્યા હતા
એલફિન્સ્ટન રેલવે સ્ટેશન પગપાળા પુલ
ઇમેજ કૅપ્શન, એલફિન્સ્ટનમાં ભાગદોડ બાદ ઘટના સ્થળે પોલિસ આવી પહોંચી હતી
એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશન
ઇમેજ કૅપ્શન, ભાગદોડ બાદ એલફિન્સ્ટન રોડ સ્ટેશન પર લોકોની ભીડ
પરેલ-એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનને જોડતો પુલ
ઇમેજ કૅપ્શન, ભાગદોડની ઘટના બાદ પરેલ-એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનને જોડનારા પગપાળા પુલની સ્થિતી