‘ટ્રાવેલિંગ સિનેમા’ની સફર અમિત મધેશિયાના લેન્સથી

ટેક્નોલોજીના વ્યાપથી ‘ટ્રાવેલિંગ સિનેમા’ના દર્શકો ઓછા થતા ગયા. ફોટોગ્રાફર અમિત મધેશિયાએ સિનેમાના આ જાદુને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે.

ટ્રાવેલિંગ સિનેમા નિહાળતા વ્યક્તિનો ફોટો

ઇમેજ સ્રોત, AMIT MADHESHIYA

ઇમેજ કૅપ્શન, અવૉર્ડ વિજેતા ફોટોગ્રાફર અમિત મધેશિયાએ ટ્રાવેલિંગ સિનેમાના સાત દાયકાને કંડાર્યા છે. જે હવે ખતમ થવાની તૈયારીમાં છે. 2008માં તેમણે ટ્રાવેલિંગ સિનેમાનું ક્રમશ: સંકલન શરૂ કર્યું હતું. કેટલાક પસંદ કરાયેલા ફોટોગ્રાફના માધ્યમથી મધેશિયાના શબ્દોમાં જ તેમના પ્રોજેક્ટનું વિવરણ.
ટ્રાવેલિંગ સિનેમા નિહાળતા મહિલાનો ફોટો

ઇમેજ સ્રોત, AMIT MADHESHIYA

ઇમેજ કૅપ્શન, મેં 2008ની શરૂઆતમાં ટ્રાવેલિંગ સિનેમા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. આ એ સમય હતો જ્યારે મોલ અને મલ્ટીપ્લેક્સની સ્પર્ધામાં સિંગલ સ્ક્રીન થિયેટર બંધ થઈ રહ્યા હતા. સિનેમાના આ મંદિરોને પડતા જોઈ હું મારી સહયોગી શર્લી અબ્રાહમ સાથે આખા દેશની યાત્રાએ નીકળી પડ્યો.
ટ્રાવેલિંગ સિનેમા નિહાળતા વ્યક્તિનો ફોટો

ઇમેજ સ્રોત, AMIT MADHESHIYA

ઇમેજ કૅપ્શન, અમને ખબર નહોતી કે અમારે શું જોઇએ છે? પણ અમે એક વખત કેટલાક ઉત્સાહિત બાળકો સાથે લીમડાના ઝાડની નીચે બેઠા હતા અને એક વૃદ્ધ વ્યક્તિ પ્રોજેક્ટર પર ટુકડામાં ફિલ્મ બતાવી રહ્યો હતો. ત્યારે અમને આ સિનેમાનો સ્વાદ મળ્યો. ત્યારે મૃગજળની જેમ દૂર દૂર ટ્રક પાછળ ટેંટ દેખાઈ દેતા અને પછી વર્ષો જૂના પ્રોજેક્ટર ફરવા લાગતા.
ટ્રાવેલિંગ સિનેમા નિહાળતા બાળકનો ફોટો

ઇમેજ સ્રોત, AMIT MADHESHIYA

ઇમેજ કૅપ્શન, બહાર ફિલ્મના દ્રશ્યમાં ખોવાયેલા હજારો લોકો પ્રોજેક્ટરમાંથી નીકળતા પ્રકાશની નીચે બેસી રહેતા. આ ભૂતકાળમાં પાછા ફરવા જેવું હતું.
ટ્રાવેલિંગ સિનેમા નિહાળતા બાળકનો ફોટો

ઇમેજ સ્રોત, AMIT MADHESHIYA

ઇમેજ કૅપ્શન, ટ્રાવેલિંગ સિનેમા ફિલ્મી પરંપરાનો એક હિસ્સો બની ગયો. બદલાતી ટેક્નોલોજી સાથે દર્શકોનો ફિલ્મ જોવાનો અનુભવમાં પણ બદલાયો છે. પરંતુ સિનેમાનો જાદુ હજુ એવો જ છે.
ટ્રાવેલિંગ સિનેમા નિહાળતા બાળકનો ફોટો

ઇમેજ સ્રોત, AMIT MADHESHIYA

ઇમેજ કૅપ્શન, અમે અનુભવ્યું કે આ એક ન કહેવાયેલી વાત છે. લગભગ સાત દાયકામાં ટ્રાવેલિંગ સિનેમાએ પશ્ચિમ મહારાષ્ટ્રના ગામડાઓમાં સિનેમા થિયેટરોથી દૂર રહેતા દર્શકો સુધી ફિલ્મોને પહોંચાડી છે.
ટ્રાવેલિંગ સિનેમા નિહાળતા વાંદરા સાથેના વ્યક્તિનો ફોટો

ઇમેજ સ્રોત, AMIT MADHESHIYA

ઇમેજ કૅપ્શન, મેળાની કરામતી દુનિયા, ભવ્ય પ્રોજેક્ટર્સ અને ફિલ્મોના ડબ્બા એવા દર્શકોને લલચાવવામાં લાગ્યા છે જે આ બધાથી દૂર જતા રહ્યા છે. દુનિયામાં ટ્રાવેલિંગ સિનેમાના અંતિમ પડાવોમાંથી એક આ જૂની પણ અનોખી સિનેમા સંસ્કૃતિ ઇતિહાસના પાનાઓમાં સમેટાવાના કિનારે છે.
ટ્રાવેલિંગ સિનેમા નિહાળતા બાળકનો ફોટો

ઇમેજ સ્રોત, AMIT MADHESHIYA

ઇમેજ કૅપ્શન, મને મારી ફિલ્મ ‘ધ સિનેમા ટ્રાવેલર્સ’ બનાવવાની પ્રેરણા આમાંથી જ મળી. 2016ના કાન્સ ફેસ્ટિવલમાં તેનું પ્રીમિયર થયો હતો. જ્યાં તેને લોકોએ આવકારી હતી અને બેસ્ટ ડૉક્યુમેન્ટરીનો સ્પેશિયલ જ્યૂરી અવૉર્ડ મળ્યો હતો.
ટ્રાવેલિંગ સિનેમા નિહાળતા વ્યક્તિનો ફોટો

ઇમેજ સ્રોત, AMIT MADHESHIYA

ઇમેજ કૅપ્શન, આ વર્ષોમાં મેં શીખ્યું કે સિનેમા માનવ અભિવ્યક્તિનું સૌથી ગહન માધ્યમ છે અને તેની ગહનતા ભાષા અને સરહદોથી પર રહી આપણને એક કરે છે. મારું માનવું છે કે ફિલ્મોની ગહનતામાં ડૂબેલા દર્શકોના આ ફોટોગ્રાફ દુનિયાભરના લોકોના અનુભવને જોડવાનો પ્રયાસ કરશે. જે કેવળ સિનેમા જ કરી શકે.