શું થાય છે ગટર સાફ કરતા લોકોના હાલ? અહીં જુઓ.
દર વર્ષે દિલ્હીમાં ગટર સફાઈ કરતા લગભગ 100 કામદારોનાં મોત થાય છે.
2017ના જુલાઈ-ઓગસ્ટના માત્ર 35 જ દિવસમાં આવા 10 કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા.
સફાઈ કર્મચારી આંદોલનના જણાવ્યા મુજબ, 1993થી અત્યાર સુધીમાં થયેલા 1500 ગટર સફાઈ કામદારોના મોતના દસ્તાવેજો તેમણે મેળવ્યા છે, પણ મોતનો વાસ્તવિક આંકડો ઘણો વધારે હોવાનું કહેવાય છે.
આજે લાખો લોકો આ કામમાં જોતરાયેલા છે. એમાંથી મોટાભાગના લોકો દલિત છે.