આદિવાસી મહિલાઓએ ભેટમાં મળેલી સાડી સરકારને કેમ પાછી આપી દીધી?

વીડિયો કૅપ્શન,
આદિવાસી મહિલાઓએ ભેટમાં મળેલી સાડી સરકારને કેમ પાછી આપી દીધી?

"અમને સાડી નથી જોઈતી. અમને જે જોઇએ છે તે આપો. અમારા ગામની શાળામાં શિક્ષક નથી, ગામના દવાખાનામાં ડૉકટર નથી."

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પ્રદર્શન કરી રહેલાં આદિવાસી મહિલાઓ કંઈક આવી જ માગ કરી રહ્યા છે. તેમને રેશનિંગની દુકાનમાંથી સરકારની યોજના હેઠળ મફત સાડી આપવામાં આવી છે.

જોકે, જવ્હાર, દહાણુ અને વિક્રમગડની અંદાજે 300 આદિવાસી મહિલાઓએ આ સાડીઓ જિલ્લા ઑફિસમાં જઇને પરત કરી દીધી.

આ વિસ્તારના આદિવાસીઓનું કહેવું છે કે ફ્રીમાં સાડી આપવાને બદલે અમને એટલા સક્ષમ બનાવવામાં આવે કે અમે જાતે જ સાડી ખરીદી શકીએ.

તેમના ગામમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ કેવી છે?તેમને બીજી શું મુશ્કેલીઓ છે? વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

મહિલાઓ
આદિવાસી, મહિલાઓ, બીબીસી ગુજરાતી