You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તિરુપતિ : એ 200 મહિલાઓ, જે રિક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરે છે
આંધ્રપ્રદેશના તિરુપતિમાં એક બે કે ત્રણ નહીં પણ 200 મહિલાઓ ઑટોરિક્ષા ચલાવે છે.
આમાંથી કેટલીક મહિલાઓ પતિથી અલગ રહે છે તો કેટલીકના પતિ બેરોજગાર છે. કેટલાકને નશાની આદત છે.
એવામાં પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી આ મહિલાઓ પર આવી પડી છે. એ જ જવાબદારી નિભાવવા આ મહિલાઓ ઑટોરિક્ષા ચલાવી રહી છે.
રાષ્ટ્રીય સેવા સમિતિ એક સ્વયંસેવી સંગઠન છે. આ સંગઠને વર્ષ 2016માં 160 મહિલાઓને ઑટોરિક્ષા ચલાવવાની ટ્રેનિંગ આપી અને એમાથી 75 મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં પણ મદદ કરી.
આ ઉપરાંત તેમણે મહિલાઓને ઑટોરિક્ષા ખરીદવા માટે લોન લેવામાં પણ મદદ કરી. આ મહિલાઓ હવે અન્ય મહિલાઓ માટે પ્રેરણા બની ગઈ છે.
એમને જોઇને બીજી ઘણી મહિલાઓ પણ ઑટોરિક્ષા ચલાવવાની ટ્રેનિંગ લેવા આવે છે.
જુઓ, મહિલા સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતો બીબીસી ગુજરાતીનો આ વીડિયો રિપોર્ટ