તાલિબાન શાસનમાં અધિકારો ગુમાવી ચૂકેલી અફઘાન મહિલાઓની આપવીતી
તાલિબાન શાસનમાં અધિકારો ગુમાવી ચૂકેલી અફઘાન મહિલાઓની આપવીતી

અમેરિકન આર્મીએ અફઘાનિસ્તાન છોડ્યું અને તાલિબાન શાસન આવ્યું ત્યારે તેમણે વચન આપ્યું હતું કે દેશમાં મહિલાઓની સ્થિતિ નહીં બદલાય.
પરંતુ શાળા, યુનિવર્સિટી કે ઑફિસ એક પછી એક તમામ સ્થળેથી મહિલાઓની બાદબાકી થતી ગઈ.
આ નિર્ણયોને લઈને તાલિબાનની વિશ્વભરમાં ટીકા થઈ.
તાલિબાન સરકારને મહિલાઓના મૂળભૂત હક્કોથી વંચિત ન રાખવાની સલાહ અપાઈ.
પરંતુ તાલિબાનના નિર્ણયમાં કોઈ બદલાવ નથી દેખાતો. અફઘાનિસ્તાનની મહિલાઓના સંઘર્ષનો બીબીસી સંવાદદાતા યાલ્દા હકીમનો આ વીડિયો અહેવાલ જુઓ....





