હૈદરાબાદ : ‘માછલીના પ્રસાદ’ માટે અહીં ઊમટી પડે છે હજારો લોકો, શું છે કારણ?
હૈદરાબાદ : ‘માછલીના પ્રસાદ’ માટે અહીં ઊમટી પડે છે હજારો લોકો, શું છે કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
હૈદરાબાદમાં દર વર્ષે હજારો લોકો અહીં માછલીની દવા લેવા ઊમટી પડે છે.
તેનું કારણ પણ અજબ છે, કેટલાકનું માનવું છે કે માછલીને દવા તરીકે લેવાથી અસ્થમા મટી જશે.
હૈદરાબાદના પુરાણા શહેર સાથે જોડાયલ બટ્ટિના પરિવાર આ રીતે માછલીનું વિતરણ કરે છે.
પરિવારના દાવા મુજબ વર્ષ 1847માં ‘એક તપસ્વીએ આ માટેની ગુપ્ત વિધિ પરિવારને આપી હતી.’
‘દવા તરીકે માછલી’ના ઉપયોગ અને વહેંચણીને કારણે સર્જાયેલ કાયદાકીય વિવાદને પગલે પરિવારે તેમના આ ‘રહસ્ય’ને ‘માછલી પ્રસાદમ્’ નામ આપ્યું છે.
તેમના દાવા અનુસાર આ વિવાદ અગાઉ લાખો લોકો માછલી માટે તેમની પાસે આવતા જ્યારે હવે સંખ્યા ઘટી છે.





