ગુજરાતમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે, નવી સિસ્ટમની કયા જિલ્લામાં અસર થશે?
ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતમાં થોડા કેટલાક દિવસો પહેલાં અતિભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી.
ત્યાર બાદ મોટા ભાગના જિલ્લામાં વરસાદ રોકાઈ ગયો છે.
જોકે હવે બંગાળની ખાડીમાં હાલ નવી સિસ્ટમ બની છે. આ પહેલાં સાઉથ વેસ્ટ પાકિસ્તાન અને તેને અડીને આવેલા કચ્છ તથા રાજસ્થાન પર એક ડીપ ડિપ્રેશન રચાયું હતું.
કચ્છ અને રાજસ્થાનથી લઈને દક્ષિણ પંજાબ સુધી પાકિસ્તાનની સરહદે એક ચોમાસાના ટ્રફની રચના થઈ હતી.
આમ આ સિસ્ટમ ગુજરાતથી આગળ વધીને પાકિસ્તાન તરફ ગઈ હતી ત્યારે ત્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી.
નવી બનેલી સિસ્ટમથી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પુષ્કળ વરસાદની શક્યતા છે ત્યારે આ નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં ક્યારે, કેટલો વરસાદ પડશે?
જાણવા માટે જુઓ આ વીડિયો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



