You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેમની શોધમાં ઑનલાઇન કરતાં હવે રૂબરૂ મળતાં યુવાનો
સિંગલ અને યુવાન લોકો પ્રેમ તથા રોમાન્સ મેળવવા માટે અલગ-અલગ વિકલ્પો અજમાવે છે. જેમાં મોટા ભાગે ઑનલાઇન ડેટિંગ ઍપ્સ કે સર્વિસિઝ સૌથી પ્રચલિત માધ્યમ છે.
જોકે, છેલ્લા કેટલાક સમયથી સિંગલ મિક્સર્સનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં લોકો રિયલ લાઇફમાં એકબીજાની નજીક આવીને તેમની વચ્ચે કનેક્શન શોધવાનો પ્રયાસ કરે છે.
લોકોનું કહેવું છે કે લખાણ અને ઇમોજીની દુનિયામાં તમને સામેવાળી વ્યક્તિની લાગણી વિશે ખબર ન પડે, પરંતુ રૂબરૂ મળ્યે વધુ સારી રીતે ઓળખાણ થઈ શકે છે.
પૉપ્યુલર ઇવેન્ટ બુકિંગ ઍપ્સ પણ આ પ્રકારની ઇવેન્ટ્સને પોતાની સર્વિસિઝમાં સ્થાન આપી રહી છે.
શું છે આ નવો ટ્રેન્ડ, તે ક્યાં લોકપ્રિય છે અને યુવા શા માટે તેની તરફ વળી રહ્યો છે તથા આના વિશે શું કહે છે, જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન