કથિત બાંગ્લાદેશીઓની અટકાયત બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બહાર શું થયું?

કથિત બાંગ્લાદેશીઓની અટકાયત બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બહાર શું થયું?

અમદાવાદ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ સહિતની અનેક શાખાઓએ શુક્રવારે રાત્રે શહેરના ચંડોળા વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી અને 900 જેટલા લોકોની અટકાયત કરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે આ લોકો ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી છે, જેમના કાયદેસરના દસ્તાવેજોની ચકાસણી કરવા માટે તેમની અટક કરવામાં આવી હતી; તથા હાલમાં મહિલાઓ સામે કાર્યવાહી નથી કરવામાં આવી, પરંતુ જો તેઓ ગેરકાયદેસર રીતે નિવાસ કરે છે એવી માહિતી મળશે તો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રીએ રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરનારાઓને સરન્ડર કરી દેવા અલ્ટીમેટમ આપ્યું છે, સાથે જ તેમને આશ્રય આપનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની વાત કરી છે.

આ અંગે માહિતી મળતા અટકાયતીના પરિવારજનોની મહિલાઓ તેમનાં નાનાં બાળકો અને વૃદ્ધાઓ સાથે ક્રાઇમ બ્રાન્ચ ધસી ગઈ હતી, જ્યાં પોલીસ સાથે ઘર્ષણનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.

જુઓ સમગ્ર ઘટનાક્રમ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.