એશિયાની 'સૌથી મોટી ઝૂંપડપટ્ટી' ધારાવીના લોકોની ઊંઘ કેમ ઊડી ગઈ છે?
એશિયાની 'સૌથી મોટી ઝૂંપડપટ્ટી' ધારાવીના લોકોની ઊંઘ કેમ ઊડી ગઈ છે?
"અમે અહીંથી જતા રહીશું તો અમારો ધંધો ચોપટ થઈ જશે. પછી અમે શું કરીશું? અમે શું ખાઈશું? બસ, અમને આ એક જ ચિંતા છે."
મુંબઈના ધારાવીના લોકો અત્યારે આ સવાલો પૂછી રહ્યા છે કારણ કે તેમને પુનર્વિકાસના પ્રોજેક્ટ વિશે મનમાં ઘણા સંશય છે.
600 એકર જમીન પર ફેલાયેલા ધારાવીમાં 60 હજારથી વધુ ઝૂંપડીઓમાં દસ લાખથી વધુ લોકો રહે છે. આ ગીચ વિસ્તારના પુનર્વિકાસનો પ્રોજેક્ટ તાજેતરમાં જ શરૂ થયો છે.
પરંતુ અહીંના લોકોને હજુ સંશય છે કે તેમને નવું ઘર મળશે કે કેમ. લોકો પૂછી રહ્યા છે અમે આ પ્રોજેક્ટ પર કઈ રીતે ભરોસો કરીએ?
અહીં ઘરનો સર્વે શરૂ થઈ ગયો છે અને લોકોના ઘરને એક યુનિક નંબર આપવામાં આવી રહ્યો છે. શું છે અહીંના લોકોના સવાલો? જુઓ વધુ વીડિયોમાં...




