ગીરના જંગલમાં સિંહની પજવણી કરનારા ત્રણ પકડાયા
ગીરના જંગલમાં સિંહની પજવણી કરનારા ત્રણ પકડાયા
જૂનાગઢ વિસ્તારના ગીરના જંગલમાં સિંહની પજવણી કરવાના વીડિયો સામે આવ્યા છે.
સોશિયમ મીડિયામાં વાઇરલ થઈ રહેલો આ વીડિયો ક્યારે બનાવવામાં આવ્યો છે, તેની પુષ્ટિ નથી થઈ શકી પરંતુ, જંગલ વિભાગે આ વીડિયોમાં દેખાતા લોકોને પકડીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
જૂનાગઢ રેન્જના જંગલવિભાગના અધિકારી આરાધના શાહુએ બીબીસીને જણાવ્યું હતું કે, "આ વીડિયોમાં દેખાતા 6 લોકોમાંથી 3ની ઓળખ થઈ ચૂકી છે અને તેમને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. આ ત્રણ લોકોને - જંગલમાંથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવો અને સિંહોની પાછળ જઈને તેમની કનડગત કરવી એમ બે ગુના હેઠળ પકડવામાં આવ્યા છે. હાલમાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે."

ઇમેજ સ્રોત, ANI





