વિનામૂલ્યે ભણાવતી એ શાળા જ્યાંનાં બાળકો 'ફાંકડું અંગ્રેજી બોલી શકે છે'
વિનામૂલ્યે ભણાવતી એ શાળા જ્યાંનાં બાળકો 'ફાંકડું અંગ્રેજી બોલી શકે છે'
ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાથી 35 કિલોમીટરના અંતરે પર્વતીય વિસ્તારમાં આવેલા જાગીરી ગામની હેમ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ ગરીબ બાળકોને આ અંતરિયાળ વિસ્તારમાં ગ્લોબલ તક આપી રહી છે.
શાળામાં અભ્યાસ કરી રહેલાં બાળકો ફાંકડું અંગ્રેજી બોલી શકે છે.
ગરીબ ઘરમાંથી આવતાં બાળકો માટે શાળામાં ભણવાથી માંડીને રહેવા સુધીની સુવિધા કરાઈ છે.
શાળાના સંચાલક બાદલભાઈ અને તેમનાં પત્નીએ શરૂ કરેલ આ શિક્ષણયજ્ઞ આ વિસ્તારમાં હવે બાળકોનું જીવન બદલી રહ્યો છે.






