શ્રીલંકામાં આર્થિક સંકટ : કલાકો સુધી વીજળી ગુલ થવાથી ઉદ્યોગો પરેશાન, રાષ્ટ્રપતિના રાજીનામાની માગ સાથે વિરોધપ્રદર્શન

વીડિયો કૅપ્શન, રાજપક્ષેના રાજીનામાંની માગ સાથે લોકોનું વિરોધ પ્રદર્શન પણ યથાવત્

ભારતના દક્ષિણમાં આવેલો ટાપુ દેશ શ્રીલંકા ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

ખાન-પાનનો સામાન, દૂધ, ગૅસ, કેરોસીન અને દવાઓ જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને છે. 12-13 કલાક એટલે કે અડધા અડધા દિવસ સુધી લાઇટ નથી હોતી, પેટ્રોલ-ડીઝલ માટે એટલી મારામારી છે કે પેટ્રોલ પંપો પર સૈન્ય મૂકી દેવું પડ્યું છે.

વીજળી ન મળવાને કારણે સામાન્ય લોકોના જીવન પર અસર થઈ રહી છે તેવી રીતે ઉદ્યોગ-ધંધા પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે.

હેરાન-પરેશાન લોકો માર્ગો પર ઊતરી આવ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સત્તા છોડી દે એવી માગ કરી રહ્યા છે, સૂત્રો પોકારી રહ્યા છે - 'ગો ગોટાબાયા ગો'.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો